અમારો પરિવાર 

સતામણી, ધાકધમકી અને ભેદભાવને અટકાવવા

અમે એકબીજાની સાથે નિષ્પક્ષતા અને આદર સાથે વર્તીએ છીએ.

તે શા માટે મહત્ત્વનું છે.

આપણી બધી ક્રિયાપ્રતિક્રિયાઓમાં આદરભાવ રાખવાથી આપણાં જોડાણો મજબૂત બને છે. તે સુરક્ષિત, સ્વસ્થ કાર્ય વાતાવરણ બનાવવામાં મદદ કરે છે.

અમે કેવી રીતે કામ કરી આપીએ છીએ.

  • અમે હંમેશાં એક બીજા સાથે ગૌરવ અને આદર સાથે વર્તીએ છીએ.
  • આપણે આક્રમક, અપમાનજનક અથવા ધમકી આપતી ભાષા અને ક્રિયાઓ ટાળીએ છીએ. આમાં લોકો અથવા તેમના વિચારોનું અપમાન અને ઉપહાસનો સમાવેશ થાય છે. તેમાં કોઈપણ પ્રકારના અણગમતા શારીરિક સંપર્કનો પણ સમાવેશ થાય છે.
  • આપણે કોઈપણ ભૂલને સમજવા માંગીએ છીએ, માફી માંગીએ છીએ અને તેને ફરીથી કરવાનું ટાળીએ છીએ.
  • આપણે સહકાર્યકરોને મંતવ્યો અને વિચારો વ્યક્ત કરવા પ્રોત્સાહિત કરીએ છીએ. આપણે સૌજન્ય અને આદર સાથે બીજાના દૃષ્ટિકોણોને સાંભળીએ છીએ.
  • આપણે એકબીજાનો ખ્યાલ રાખીએ છીએ. જો આપણે જાતીય સતામણી સહિત ઉત્પીડન અથવા અપમાનજનક આચરણના સાક્ષી બનીએ, તો આપણે ત્યારે જ બોલવું જોઈએ. જો તે સુરક્ષિત ન લાગે, તો આપણે અહીં સૂચીબદ્ધ ઉપલબ્ધ ચેનલોમાંથી એક દ્વારા તેની જાણ કરીએ છીએ.

સારી નૈતિકતા.

અમે આદરપૂર્વક અને મનોવૈજ્ઞાનિક રીતે સુરક્ષિત કાર્ય વાતાવરણ પ્રદાન કરીએ છીએ. અમે જાતીય સતામણી અને અન્ય પ્રકારની સતામણી અને ધાકધમકીને સાંખી લેતા નથી. તમારી ચિંતાઓને અવાજ આપવા માટે હંમેશાં એક સલામત માર્ગ હોય છે.

સારો વ્યવસાય.

જ: એક વ્યક્તિની વારંવાર જાહેર ટીકા સતામણીનું નિર્માણ કરી શકે છે. જો તમને અનુકૂળ લાગે, તો આ મુદ્દાને સીધો જ ટીમના તે સભ્ય સામે ઉઠાવો જે ટીકાત્મક છે. નહિંતર, તમારા મેનેજર, સ્થાનિક HR સાથે વાત કરો અથવા અહીં સૂચીબદ્ધ ચેનલોમાંથી એક દ્વારા તેની જાણ કરો. ભલેને વ્યક્તિને ભોગ બન્યા હોવાનું ન લાગે તો પણ, તે એક ઝેરી કાર્ય વાતાવરણ બનાવી શકે છે.

જ: જો નવી માંગણીઓ નોકરીની આવશ્યકતાઓ સાથે સંબંધિત હોય અને પ્રતિસાદ તમારા પ્રદર્શન પર આધારિત હોય, તો તે સતામણી નથી. સંક્રમણો મુશ્કેલ હોઈ શકે છે. મિત્રો, પરિવાર અને સહકાર્યકરો પાસેથી તમને યોગ્ય લાગે તેમ તમે સમર્થન મેળવવા ઇચ્છી શકો છો.

જ: આ વર્તન સ્વીકાર્ય નથી અને તે આપણી સંહિતાનું ઉલ્લંઘન કરે છે. અમે માનીએ છીએ કે સહાયક વાતાવરણમાં દરેકે ગૌરવ અને આદર સાથે વર્તન કરવું જોઈએ. કૃપા કરીને HR, એથિક્સ હેલ્પલાઇન અથવા તમારા મેનેજરનો સંપર્ક કરો (એ ધારીને કે તમે જેમનું વર્ણન કરી રહ્યાં છો તે એ જ મેનેજર નથી). ભલેને વ્યક્તિ અસ્વસ્થ ન હોય તો પણ, તે દરેક જણ માટે માહોલ પર નકારાત્મક અસર નાખી શકે છે.

જ: શરૂઆત તેમને જણાવાથી કરો કે તમે ઉપનામોની કદર કરતા નથી અને તેમને તેનો ઉપયોગ કરવાનું બંધ કરવા કહો. જો તે ચાલુ રહે, તો તેની જાણ એક અલગ મેનેજર, સ્થાનિક અથવા વૈશ્વિક HR પ્રતિનિધિ અથવા કાનૂની અને અનુપાલન ટીમના સભ્યને કરો. તમે અહીં સૂચીબદ્ધ ચેનલોમાંથી કોઈપણ એક દ્વારા પણ જાણ કરી શકો છો.

જ: તમે જૂઠું બોલવાનો ઇનકાર કરીને સાચું કામ કર્યું. આ આપણાં મૂલ્યો અને આપણી સંહિતાની ભાવનાની વિરુદ્ધ હોત. આ વર્તનની જાણ એક અલગ મેનેજર, સ્થાનિક અથવા વૈશ્વિક HR પ્રતિનિધિ અથવા કાનૂની અને અનુપાલન ટીમના સભ્યને કરો. તમે અહીં સૂચીબદ્ધ ચેનલોમાંથી કોઈપણ એક દ્વારા પણ જાણ કરી શકો છો. ખાતરી કરો કે તમે જૂઠું બોલવાની તેણીની વિનંતી અને તેના પછીની ધાકધમકી વિશેની બધી સંબંધિત વિગતો શામેલ કરો છો. આની તપાસ કરવામાં આવશે અને પ્રતિશોધથી તમને સુરક્ષિત કરવામાં આવશે.

જ: આપણી સંહિતા પ્રમાણે અણગમતો સ્પર્શ (ટચ) સખત રીતે પ્રતિબંધિત છે. કૃપા કરીને સ્થાનિક અથવા વૈશ્વિક HR પ્રતિનિધિ અથવા કાનૂની અને અનુપાલન ટીમના સભ્ય સાથે વાત કરો. તમે તપાસ શરૂ કરવા માટે એથિક્સ હેલ્પલાઇન દ્વારા આ બાબતની જાણ કરી શકો છો. આ જ્યાં બન્યું તે જગ્યાઓ અને સમય જેવી ચોક્કસ વિગતો પ્રદાન કરવા માટે તૈયાર રહો.

વાંચવાનું ચાલુ રાખો

વિવિધતા, સમાનતા અને સમાવેશનને સ્વીકારવું