અમારી કંપની

સાયબર સુરક્ષા છેતરપિંડી અટકાવવી

અમે સાયબર સુરક્ષા જોખમોના ખતરા અને તેમની સામે કેવી રીતે રક્ષણ કરવું તે અંગે સતર્ક રહીએ છીએ.

તે શા માટે મહત્ત્વનું છે.

વૈશ્વિક સ્તરે સાયબર સુરક્ષાના જોખમો વધી રહ્યાં છે. આપણે એ સુનિશ્ચિત કરવું આવશ્યક છે કે આપણે આપણી સિસ્ટમ અને ડેટાની અનધિકૃત ઍક્સેસને રોકવા માટે હંમેશાં સાવચેત છીએ. સાયબર સુરક્ષા એ દરેકની જવાબદારી છે.

અમે કેવી રીતે કામ કરી આપીએ છીએ.

  • McCain ટેક્નોલોજીના ઉપયોગ વિશેની બધી નીતિઓ અને દિશાનિર્દેશોનું પાલન કરવા સહિત અમારી ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સનો ઉપયોગ કરતી વખતે અમે જવાબદારીપૂર્વક કાર્ય કરીએ છીએ. આમાં ડેટાનો સંગ્રહ, પ્રક્રિયા અથવા ટ્રાન્સમિટ કરવાનો સમાવેશ થાય છે.
  • અમે સુનિશ્ચિત કરીએ છીએ કે ફક્ત અધિકૃત વપરાશકર્તાઓને તેમની નોકરી કરવા માટે જરૂરી સિસ્ટમ્સ અને ડેટાની ઍક્સેસ છે.
  • અમે વપરાશકર્તા ID અને પાસવર્ડની સુરક્ષા કરીએ છીએ, તેમને નિયમિતપણે બદલીએ છીએ અને તેમને ક્યારેય શેર કરતા નથી.
  • અમે કમ્પ્યુટર ઇક્વિપમેન્ટને હંમેશાં સલામત અને સુરક્ષિત રાખીએ છીએ. આ ઇક્વિપમેન્ટમાં લેપટોપ, સ્માર્ટફોન અને સ્ટોરેજ ડિવાઇસેસનો સમાવેશ થાય છે, પછી ભલે તે અમારા પરિસરમાં હોય કે બહાર.
  • અમે સુનિશ્ચિત કરીએ છીએ કે દૂર કરી શકાય તેવા McCain દ્વારા જારી કરાયેલ મીડિયા પર સંગ્રહિત કોઈપણ ડેટા (અનુમતિની હદ સુધી) સુરક્ષિત રીતે જાળવવામાં આવે છે.
  • અમે ક્યારેય શંકાસ્પદ ઈ-મેલ જોડાણો ખોલતા નથી અથવા શંકાસ્પદ હાઇપરલિંક્સને અનુસરતા નથી. અમે તેમની જાણ કરવા માટે "સંદેશની જાણ કરો" બટનનો ઉપયોગ કરીએ છીએ. અમે જાણીએ છીએ કે આ સંદર્ભમાં "શંકાસ્પદ" અને "સંશયાત્મક"નો અર્થ શું છે.
  • અમે ફક્ત વ્યવસાયિક હેતુઓ માટે કંપનીના ઈમેલ સરનામાં/એકાઉન્ટ્સનો ઉપયોગ કરીએ છીએ.

સારી નૈતિકતા.

માહિતીને સુરક્ષિત રાખવા અને છેતરપિંડીથી બચવા માટે અમે હંમેશાં અમારા સુરક્ષા અને જાગૃતિ કાર્યક્રમોને અપડેટ કરીએ છીએ. ધ્યાન રાખો કે “ફિશીંગ” એ સોશિયલ એન્જિનિયરિંગની લોકપ્રિય પદ્ધતિ છે. ગુનેગારો અધિકૃત અને કાયદેસર સંસ્થાઓ તરફથી આવેલા હોય તેવા જણાતા બોગસ ઈમેલ મોકલે છે. એમ્બેડેડ લિંક્સ પ્રાપ્તકર્તાને હોક્સ વેબસાઇટ પર નિર્દેશિત કરે છે જ્યાં લૉગ-ઇન અથવા વ્યક્તિગત વિગતોની વિનંતી કરવામાં આવે છે. આ રીતે, વપરાશકર્તાનામ અને પાસવર્ડ્સ જેવી મહત્ત્વપૂર્ણ વ્યક્તિગત વિગતો ચોરાઈ જાય છે. લિંક્સ પર ક્લિક કરવાથી અથવા જોડાણો ખોલવાથી પ્રાપ્તકર્તાને વાયરસનો સામનો કરવો પડે છે. આ પ્રકારની પ્રવૃત્તિ સામે રક્ષણ મેળવવા માટે તાલીમ અને નીતિઓ બાબતે અપ ટુ ડેટ રહો.

સારો વ્યવસાય.

જ: ના. બધા પાસવર્ડ અને ID કર્મચારી-વિશિષ્ટ છે અને શેર કરી શકાતા નથી. પાસવર્ડ અને IDને અનન્ય રાખવાથી અનધિકૃત ઍક્સેસ સામે રક્ષણ મળે છે. તે અમને અમે ઉપયોગ કરીએ છીએ તે સિસ્ટમ્સમાં પ્રવૃત્તિઓને ટ્રેસ કરવાની અને ઑડિટ કરવાની પણ મંજૂરી આપે છે.

જ: હા, આ પ્રથા નુકસાનકારક હોઈ શકે છે. વ્યવસાય-સંબંધિત ઈમેલ વ્યક્તિગત એકાઉન્ટમાં ફોરવર્ડ ન કરવો જોઈએ. તમામ વ્યવસાય ફક્ત McCain ઈમેલ એકાઉન્ટ્સ પર જ હોવા જોઈએ. જો તમારે દૂર રહીને કામ કરવાની જરૂર હોય, તો તમારી સ્થાનિક ટેક્નોલોજી ટીમ સાથે કામ કરો. તેઓ ખાતરી કરશે કે તમને જરૂરી સંસાધનોની ઍક્સેસ છે.

વિચાર માંગી લે તેવી બાબતો

"ધ્યાન રાખો કે 'ફિશીંગ' એ સોશિયલ એન્જિનિયરિંગની લોકપ્રિય પદ્ધતિ છે."

વાંચવાનું ચાલુ રાખો

સુરક્ષિત અને ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનો પ્રદાન કરવા