અમારું માર્કેટપ્લેસ

કંપનીની પ્રતિષ્ઠાની સુરક્ષા કરવી

અમે અધિકૃત રીતે અને પ્રમાણિકપણે વાતચીત કરીએ છીએ. અમારી મહેનતથી કમાયેલી પ્રતિષ્ઠાને સુરક્ષિત કરવી અને વધારવી એ અમારી સફળતા જાળવી રાખવા માટે મુખ્ય છે.

તે શા માટે મહત્ત્વનું છે.

અમે એક અવાજે બોલીએ છીએ કારણ કે આપણા ગ્રાહકો અને સમુદાયો સ્પષ્ટ અને સચોટ માહિતીને પાત્ર છે. આ, ખોટી માહિતીને જાહેર થવાથી અટકાવે છે જે અમારી બ્રાન્ડમાં મૂકવામાં આવેલા વિશ્વાસને નુકસાન પહોંચાડી શકે છે.

અમે કેવી રીતે કામ કરી આપીએ છીએ.

  • અમે બધી મીડિયા વિનંતીઓનો સંદર્ભ વૈશ્વિક બાહ્ય બાબતો ડીપાર્ટમેન્ટને આપીએ છીએ. જ્યાં સુધી આમ કરવા માટે અધિકૃત ન હોય ત્યાં સુધી અમે મીડિયાને McCain વિશે ક્યારેય ટિપ્પણી આપતા નથી.
  • જો સામૂહિક પ્રેક્ષકો સુધી પહોંચતી સામગ્રી વિકસાવવામાં આવે તો અમે વૈશ્વિક બાહ્ય બાબતો સાથે પરામર્શ કરીએ છીએ. આ ખાતરી કરે છે કે મેસેજિંગ અને બ્રાન્ડ છબી યોગ્ય છે.
  • અમે સોશિયલ મીડિયાનો ઉપયોગ સમજદારીપૂર્વક કરીએ છીએ, એ સ્પષ્ટ કરીને કે કોઈપણ વ્યક્તિગત પોસ્ટ અમારા પોતાના વ્યક્તિગત મંતવ્યો છે. જો કંપની વિશે પોસ્ટ કરવામાં આવે તો અમે અમારી પ્રોફાઇલમાં McCainના કર્મચારી છીએ તેમ સૂચવીએ છીએ. અમે McCain પ્રત્યેની અમારી જવાબદારીઓનું ઉલ્લંઘન કરતી કોઈપણ વસ્તુ પોસ્ટ કરવાનું ટાળીએ છીએ.
  • જ્યારે કંપની વતી પોસ્ટ કરવાની પરવાનગી આપવામાં આવે છે, ત્યારે અમે માન્ય એકાઉન્ટ્સ અને મેસેજિંગનો ઉપયોગ કરીએ છીએ.
  • અમે ક્યારેય ગોપનીય અથવા માલિકીની માહિતી જાહેર કરતા નથી. આકસ્મિક જાહેરાતો (જેમ કે ફોટોગ્રાફ્સની પૃષ્ઠભૂમિમાં) ટાળવા માટે અમે સાવચેત છીએ.

સારી નૈતિકતા.

શબ્દોમાં શક્તિ છે એ સમજીને આપણે સાવધાની સાથે આગળ વધી શકીએ છીએ. સોશિયલ મીડિયા પર ક્યારેય એવું કંઈપણ પોસ્ટ ન કરો જે ધમકી, સતામણી અથવા ધાકધમકી તરીકે જોવામાં આવે. પોસ્ટ કરતા પહેલાં સાવચેત રહો અને થોભો. આજની દુનિયામાં, આપણા શબ્દોની ગેરસમજ થઈ શકે છે અને મોટા પ્રેક્ષકો સુધી ઝડપથી પહોંચી શકે છે.

સારો વ્યવસાય.

એક સહકર્મીએ Facebook પર ઘણી નકારાત્મક ટિપ્પણીઓ પોસ્ટ કરી. તેણીએ કહ્યું કે તેણીને વ્યક્તિગત રીતે અમારા ઉત્પાદનોમાંથી એકનો સ્વાદ પસંદ નથી. તે મારા મનપસંદમાંનું પણ એક નથી. જોકે, એ યોગ્ય લાગતું નથી કે તેણીએ આપણી કંપની વિશે કંઈક નકારાત્મક પોસ્ટ કર્યું. તે તેણીનું વ્યક્તિગત એકાઉન્ટ હોઈ, શું તેણીએ આ જાહેર નિવેદન કર્યું એમાં કોઈ સમસ્યા છે?

તેણીએ Facebook પર આ પોસ્ટ કરવું ન જોઈએ. સોશિયલ મીડિયા પર McCain વિશે નકારાત્મક અભિપ્રાયો શેર કરવાથી કંપનીની પ્રતિષ્ઠાને સુરક્ષા પહોંચાડવાની આપણી ફરજ સાથે વિરોધાભાસ છે.

વિચાર માંગી લે તેવી બાબતો

"અમે એક અવાજે બોલીએ છીએ કારણ કે આપણા ગ્રાહકો અને સમુદાયો સ્પષ્ટ અને સચોટ માહિતીને પાત્ર છે."

વાંચવાનું ચાલુ રાખો

હિતોના સંઘર્ષો જાહેર કરવા અને ટાળવા