અમારી કંપની

સચોટ બુક્સ અને રેકોર્ડ રાખવા

અમે સચોટ નાણાકીય અને વ્યવસાય રેકોર્ડ રાખીએ છીએ.

તે શા માટે મહત્ત્વનું છે.

અમારા વ્યવસાયને સુરક્ષિત રાખવા માટે, અમે અમારા નિર્ણયોને વિશ્વસનીય નાણાકીય અને વ્યવસાય માહિતી પર આધારિત રાખીએ છીએ. અમારા શેરધારકો અને અન્ય હિસ્સેદારોને પણ સાચી અને સચોટ માહિતીની જરૂર છે.

અમે કેવી રીતે કામ કરી આપીએ છીએ.

  • અમે તમામ વ્યવસાયિક વ્યવહારોને સંપૂર્ણ, સચોટ અને સમયસર રેકોર્ડ કરીએ છીએ. અમે યોગ્ય એકાઉન્ટ્સ અને વિભાગો (ખર્ચ કેન્દ્રો)માં વ્યવહારોને રેકોર્ડ કરીએ છીએ. અમે આવક અથવા ખર્ચના રેકોર્ડિંગમાં ક્યારેય વિલંબ કરતા નથી કે વેગ આપતા નથી.
  • અમે સુનિશ્ચિત કરીએ છીએ કે કોઈ અપ્રગટ અથવા બિન-રેકોર્ડેડ ભંડોળ અથવા સંપત્તિ જાળવવામાં આવી નથી.
  • અમે વિગતવાર નાણાકીય રેકોર્ડ કાળજીપૂર્વક જાળવીએ છીએ. આમાં વ્યવહારો, ટાઇમકીપિંગ અને ખર્ચના રિપોર્ટ શામેલ છે.
  • અમે સુનિશ્ચિત કરીએ છીએ કે રેકોર્ડ્સ સુરક્ષિત છે અને યોગ્ય લોકોને તેમના પર નિયંત્રિત પ્રવેશ આપવામાં આવે છે.
  • અમે સુનિશ્ચિત કરીએ છીએ કે બધા આંતરિક રેકોર્ડ્સ રેકોર્ડ કરેલી બાબતોને ચોક્કસ રીતે પ્રતિબિંબિત કરે છે.
  • અમે રેકોર્ડ્સના સંચાલન, જાળવણી અને નાશ માટેની નીતિઓનું પાલન કરીએ છીએ.

સારી નૈતિકતા.

અમે આંતરિક નિયંત્રણોની સિસ્ટમ માટે પ્રતિબદ્ધ છીએ જે અમારા રેકોર્ડ્સની ચોકસાઈને સુનિશ્ચિત કરે છે. આ નિયંત્રણો આપણી કંપનીનાં સંસાધનો અને પ્રતિષ્ઠા માટે ખતરો હોય તેવી છેતરપિંડીને શોધી કાઢવા અને તેને અટકાવવામાં પણ મદદ કરે છે. જો તમે માનતા હો કે એન્ટ્રી અથવા ચુકવણી ખોટી રીતે કરવામાં આવી હતી અથવા તે આપણા ધોરણો સાથે સુસંગત નથી, તો તરત જ ચિંતાની જાણ કરો. કાનૂની અને અનુપાલન ટીમના સભ્ય, તમારા સ્થાનિક નાણાકીય ડિરેક્ટર અથવા વૈશ્વિક આંતરિક ઑડિટ ટીમના સભ્યનો સંપર્ક કરો. તમે અહીં સૂચીબદ્ધ ચેનલોમાંથી કોઈપણ એક દ્વારા અનામી રૂપે પણ જાણ કરી શકો છો.

સારો વ્યવસાય.

જ: ના. દરેક કર્મચારીએ પોતાની જાતે જ ક્લૉક ઇન (અને આઉટ) કરવું જોઈએ. આ સુનિશ્ચિત કરે છે કે તેમની ટાઇમશીટ ચોક્કસ રીતે બતાવે કે તેઓ કામ પર કેટલા કલાક હતા.

જ: ના. આપણા નાણાકીય રેકોર્ડ સાચા હોવા જોઈએ અને કંપનીના નાણાકીય પરિણામોનું સંપૂર્ણ પ્રતિબિંબ હોવું જોઈએ. તમારે તમારા મેનેજરને આ વાત જણાવવી જોઈએ અને જો તેઓ તમને રેકોર્ડ બદલવાનો આગ્રહ કરે, તો તરત જ તેની જાણ કરો.

જ: હા. આપણા રેકોર્ડ સચોટ છે તેની ખાતરી કરવાની દરેક કર્મચારીની ફરજ છે. ભૂલો, નાની પણ, સુધારવી આવશ્યક છે. ભૂલો વિશે સ્વીકારવું એ આપણે વિશ્વાસ જીતવાની ઘણી રીતોમાંની એક છે.

જ: તમારે તમારા સુપરવાઇઝરને જણાવવું જોઈએ કે તમને તેમની વિનંતી બરાબર લગતી નથી. તમે શક્ય તેટલી વહેલી તકે તાલીમ પૂર્ણ કરશો તેમ કહી શકો છો, અને પછી દસ્તાવેજ પર સહી કરી શકો છો. જે સત્ય નથી તેને પ્રમાણિત કરવું ક્યારેય ઠીક નથી. છેવટે, સહી કરવાનો હેતુ તમને ખરેખર તાલીમ આપવામાં આવી છે તેની પુષ્ટિ કરવાનો છે!

વિચાર માંગી લે તેવી બાબતો

"અમે આંતરિક નિયંત્રણોની સિસ્ટમ માટે પ્રતિબદ્ધ છીએ જે અમારા રેકોર્ડ્સની ચોકસાઈને સુનિશ્ચિત કરે છે."

વાંચવાનું ચાલુ રાખો

સાયબર સુરક્ષા છેતરપિંડી અટકાવવી