વિવિધતા, સમાનતા અને સમાવેશનને સ્વીકારવું
આપણે કામનું એવું વાતાવરણ બનાવીએ છીએ જેમાં આપણે બધા લોકોનું સ્વાગત કરીએ છીએ અને તેમની કદર કરીએ છીએ.
તે શા માટે મહત્ત્વનું છે.
અમે કેવી રીતે કામ કરી આપીએ છીએ.
- અમે અમારા મતભેદોને સ્વીકારીએ છીએ અને નિષ્પક્ષતા અને તક માટે શરતો બનાવીએ છીએ.
- અમે આદરપૂર્ણ, વિનમ્ર અને સમાવિષ્ટ વર્તનનો આદર્શ પ્રસ્તુત કરીએ છીએ.
- અમારી ટીમો બનાવતી વખતે અમે વિવિધતા માટે પ્રયત્ન કરીએ છીએ.
- અમે સંબંધ અને માનસિક સુખાકારી કેળવીએ છીએ.
- અમે વિવિધ દૃષ્ટિકોણ અને મંતવ્યોને સક્રિયપણે શોધીએ છીએ તથા સાંભળીએ છીએ.
- અમે વર્તન અને ક્રિયાઓ જે અમારાં મૂલ્યો સાથે વિરોધાભાસી છે તે વિશે વાત કરીએ છીએ.
આપણે વિવિધતા, સમાનતા અને સમાવેશનને કેવી રીતે સ્વીકારી શકીએ.
આપણે વિવિધતા, સમાનતા અને સમાવેશનને સક્રિયપણે પ્રોત્સાહન આપી શકીએ તેના અહીં ઉદાહરણો આપ્યાં છે.
-
હાયરિંગની (નોકરીએ રાખવાની) પ્રક્રિયા:
સમાવિષ્ટ જોબ વર્ણનો બનાવો. પક્ષપાતના પેટર્નને તોડે અને સમાનતા, વિવિધતા અને સમાવેશનને સામાન્ય બનાવે એવી પ્રક્રિયાઓ અને પ્રોગ્રામો બનાવો. વિચારશીલ અને સમાવિષ્ટ નવા-હાયર ઓનબોર્ડિંગને વિકસાવો અને ખાતરી કરો કે આ મૂલ્યોને ધ્યાનમાં રાખીને હાયરિંગની (નોકરીએ રાખવાની) માર્ગદર્શિકાઓ બનાવવામાં આવી છે.
-
પ્રચારો:
પ્રતિભા સમીક્ષા પ્રક્રિયામાં વ્યક્તિઓના વાજબી મૂલ્યાંકનને એકીકૃત કરો. આમાં પ્રતિભાના વિકાસ માટે સમાન તકોનો સમાવેશ થાય છે.
-
ક્રિયાપ્રતિક્રિયાઓ:
વિવિધ, સમાન અને સમાવિષ્ટ વાતાવરણ કર્મચારીઓને મહત્ત્વ આપવા, સમર્થન આપવા અને સાંભળવામાં સક્ષમ બનાવે છે. આ આપણા કર્મચારીઓને તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં મદદ કરે છે. પક્ષપાત, વિશેષાધિકાર અને જાતિવાદ જેવી વિભાવનાઓ બાબતે લીડરોને શિક્ષિત કરો. વિચારની વિવિધતાનો લાભ લેવા માટે સહયોગી નિર્ણય લેવાને પ્રોત્સાહન આપો.
-
પ્રાપ્તિ:
ખાતરી કરો કે આપણે આપણા મૂલ્યો શેર કરતા તૃતીય-પક્ષ ભાગીદારો સાથે કામ કરીએ છીએ. આ જરૂરિયાતને સામેલ કરો અને કોઈપણ તૃતીય પક્ષને શામેલ કરતી વખતે સમીક્ષા કરો. આમાં તૃતીય પક્ષોએ આપણી સપ્લાયર આચાર સંહિતાનું પાલન કરવું જરૂરી છે.
સારી નૈતિકતા.
અમારી કંપનીમાં વિવિધતાનો લાભ લેવાથી દરેકને ફાયદો થાય છે. નવીનતા, સહયોગ અને ખુલ્લી વિચારસરણી એ અમારી સફળતા માટે મહત્ત્વપૂર્ણ છે. આપણે બધાએ પક્ષપાત અંગે સજગ રહેવું જોઈએ અને તેનો સામનો કરવો જોઈએ. આનાથી એ સુનિશ્ચિત કરવામાં મદદ મળે છે કે આપણે અન્ડરરીપ્રેઝેન્ટેડ ગ્રૂપના અભિપ્રાયોને શામેલ કરીએ છીએ. સારી નૈતિકતા માટે જરૂરી છે કે દરેક વ્યક્તિએ અમારી ટીમો માટે એક સંસ્કૃતિનું નિર્માણ કરવું જોઈએ.
સારો વ્યવસાય.
જ: જો તમને આમ કરવાનું સુરક્ષિત અને આરામદાયક લાગે, તો કૃપા કરીને આ સહકર્મીઓને શાંતિથી કહો કે તમે એ પસંદ કરશો કે તેઓ આવા પ્રકારની ભાષાનો ઉપયોગ ન કરે. જો તમને તેમની સાથે વાત કરવામાં આરામદાયક ન લાગે, તો તમે જે સાંભળ્યું તે મેનેજરને અથવા સ્થાનિક અથવા વૈશ્વિક HRને જાણ કરો. જો કે તેમાં શામેલ લોકોને તે ભાષાનો વાંધો ન હોય, તે અન્ય લોકોને અનિચ્છનીય અથવા બાકાત હોવાનો અનુભવ કરાવી શકે છે.
જ: આપણે વિવિધ કાર્યબળને સમર્થન આપીએ છીએ જે આવકારદાયક અને સમાવિષ્ટ છે. જ્યારે આપણે જાણીએ છીએ કે ટીમના સભ્ય ઉપલબ્ધ નથી એવા દિવસોમાં ટીમ ઇવેન્ટ્સ શેડ્યૂલ કરવી, તેમને બાકાત હોવાનો અનુભવ કરાવી શકે છે. વિવિધતા, સમાનતા અને સમાવેશનના આપણા લક્ષ્યોને હાંસલ કરવા માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. આમાં જો આપણે ચિંતાઓને ઓળખીએ તો તે બોલવાનો સમાવેશ થાય છે. બપોરના ભોજનનું આયોજન કરી રહેલા સહકાર્યકરોને ફરીથી શેડ્યૂલ કરવા અને તેનું કારણ સમજાવવા કહો.
જ: તમારા મેનેજરની ક્રિયાઓની તાત્કાલિક જાણ કરો. અમે કર્મચારીઓના વિવિધ ગ્રુપ દ્વારા અમારા કાર્યબળમાં સંપૂર્ણ સહભાગિતાને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ. તે નિવેદનો સતામણી સામેની અમારી પોલિસીનું ઉલ્લંઘન કરે છે. અમે સતામણીની જાણ કરનારાની સામે પ્રતિશોધ લેવામાં આવે તે સાંખી લેતા નથી. પરિસ્થિતિની તપાસ કરવા અને પ્રતિશોધથી તમારી સુરક્ષા કરવા માટે અમારા પર વિશ્વાસ કરો.
"અમારી કંપનીમાં વિવિધતાનો લાભ લેવાથી દરેકને ફાયદો થાય છે."
