McCainમાં, અમે આરોગ્ય અને સુરક્ષાને પ્રથમ સ્થાન આપીએ છીએ. જો અમે તે સુરક્ષિત રીતે કરી શકતા નથી, તો અમે તે કરતા જ નથી.
અમારો પરિવાર
સુરક્ષિત અને સ્વસ્થ કાર્યસ્થળને પ્રોત્સાહન આપવું
અમે જે પણ કરીએ છીએ તેમાં સુરક્ષાને સર્વોપરી રાખીએ છીએ.
તે શા માટે મહત્ત્વનું છે.
અમે કેવી રીતે કામ કરી આપીએ છીએ.
- સુરક્ષા માટે આપણે બધા જવાબદાર છીએ. પોતાને અને અન્ય લોકોને સુરક્ષિત રાખવાં માટે આપણે બધા તાત્કાલિક પગલાં લેવા માટે સશક્ત છીએ. ભલેને અમે અમારી ફેસિલિટીઝ, ઑફિસ પૈકી કોઈ એકમાં અથવા રિમોટલી કામ કરી રહ્યા હોઈએ, અમે સુરક્ષા સાથે ક્યારેય બાંધછોડ કરતા નથી.
- અમે તમામ સુરક્ષા સંબંધી ઘટનાઓ, અસુરક્ષિત કૃત્યો અને અસુરક્ષિત પરિસ્થિતિઓની જાણ કરીએ છીએ. આનાથી અમને સુધારણા કરવામાં અને કાર્યસ્થળમાં ઈજાના જોખમને ઘટાડવામાં મદદ મળે છે.
- અમે જ્યાં પણ કામ કરીએ છીએ, સુરક્ષા સંબંધી જાગૃતિ અને સુરક્ષા પહેલા આવે તેવી માનસિકતાને અમે પ્રોત્સાહન આપીશું. અમે નિવારણ પર ભાર મૂકીએ છીએ, કારણ કે દરેક ઈજા અટકાવી શકાય છે અને તે અટકાવવામાં આવવી જોઈએ.
- અમે સુરક્ષા સંબંધી બધી ખામીઓને તાત્કાલિક રીતે સુધારવાં માટે સાથે મળીને કામ કરીશું.
- અમે ડ્રગ્સ, આલ્કોહોલ અથવા માદક પદાર્થોના સેવનની અસરમાં આવીને ક્યારેય પણ કામ કરતા નથી અને અમે એ સ્વીકારીએ છીએ કે તણાવ, માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય પણ સુરક્ષાને અસર કરી શકે છે. અમે એકબીજાને તણાવ અને સુખાકારી વિશે વાત કરવા તથા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સંબંધી ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપીએ છીએ.

સારી નૈતિકતા.
આપણામાંના દરેકે ખાતરી કરવી જોઈએ કે આપણે બધા કામ પર સુરક્ષિત અને સ્વસ્થ રહીએ. આપણે અસુરક્ષિત પરિસ્થિતિઓને અવગણી શકતા નથી. સુરક્ષા સંબંધી સંભવિત જોખમો માટે આપણે સ્વયંના અને આપણા સહકર્મીઓના ઋણી છીએ. આપણે દરેકે જાણ કરવી જોઈએ અને/અથવા આપણે જે જોઈએ છીએ તેને ઠીક કરવું જોઈએ.
સારો વ્યવસાય.
એક નવા કર્મચારી તરીકે, મારી પાસે મારા કાર્યસ્થળમાં સુરક્ષાને બહેતર બનાવવાની રીતો વિશે કેટલાક વિચારો છે. હું અહીં ઘણા લાંબા સમયથી ન હોવાથી, શું ખરેખર તેનો 'મારી જગ્યા' તરીકે ઉલ્લેખ કરી શકું?
હા! અમે હંમેશાં સુરક્ષામાં સંભવિત સુધારાઓ શોધી રહ્યા હોઈએ છીએ. કૃપા કરીને તેની ચર્ચા તમારા મેનેજર સાથે કરો.
