મેક્સ તરફથી એક સંદેશ
McCain ફુડ્સ ખાતે, અમે જે રીતે વ્યવસાય કરીએ છીએ તે સ્વાદિષ્ટ, ગ્રહને અનુકૂળ ખોરાક જે અમે વિશ્વભરમાં ઉત્પન્ન કરીએ છીએ તેટલું જ મહત્ત્વપૂર્ણ છે.
યોગ્ય કાર્ય કરવા માટેની અમારી પ્રતિબદ્ધતા હંમેશાં અમારી સંસ્કૃતિમાં સમાયેલી છે. અમારા સ્થાપકોએ કહ્યું હતું કે "સારી નૈતિકતા એ સારો વ્યવસાય છે", અને તે માન્યતા આજે પણ એટલી જ સાચી છે જેટલી તે જ્યારે અમારી કંપની 1957માં શરૂ થઈ ત્યારે હતી. અમારા સમગ્ર ઇતિહાસમાં, અમે એક અધિકૃત બ્રાન્ડ તરીકે પ્રતિષ્ઠા મેળવી છે અને આજે, તૈયાર બટાકા અને એપેટાઇઝર્સમાં વિશ્વ અગ્રણી તરીકે, અમારા પર વિશ્વભરના લાખો ગ્રાહકો અને ઉપભોક્તાઓ દ્વારા વિશ્વાસ મૂકવામાં આવે છે.
અમારાં મૂલ્યો અને આચાર સંહિતા એ એક કંપની તરીકે અમે કોણ છીએ અને અમે શેના પક્ષમાં છીએ અને શેની વિરુદ્ધ છીએ તેની સ્પષ્ટતા દાખવે છે. અમારી સંહિતા એ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે અમે જે પણ કરીએ છીએ તે દરેક બાબતમાં અમે ઉચ્ચતમ નૈતિક ધોરણો જાળવી રાખીએ છીએ, અમારી મૂળભૂત પ્રતિબદ્ધતાઓ નક્કી કરે છે અને અમારી વ્યવસાય પદ્ધતિઓ અને નિર્ણયોને માર્ગદર્શન આપે છે – પછી ભલે તે દરરોજના હોય અને મોટા હોય કે નાના.
અમારી સંહિતાને અનુરૂપ થઈને, અમે સુનિશ્ચિત કરીએ છીએ કે અમારાં દૈનિક નિર્ણયો ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખે છે અને અમે જ્યાં ઓપરેટ કરીએ છીએ તે સમુદાયોમાં અમારી પ્રતિષ્ઠાનું રક્ષણ કરે છે. એક કર્મચારી તરીકે, તમે McCain પરિવારનો ભાગ છો અને તેથી તમારે અમારી આચાર સંહિતાનું પાલન કરવું જરૂરી છે. જો તમે એવી પરિસ્થિતિનો અનુભવ કરો છો જે તમને લાગે છે કે તે અમારી સંહિતા સાથે અસંગત છે, તો કૃપા કરીને બોલવાની હિંમત રાખશો. આ સંહિતા તમને યોગ્ય નિર્ણય લેવામાં અથવા મદદ કરવા માટે યોગ્ય લોકો સુધી પહોંચવા બાબતે માર્ગદર્શન આપશે.
ચાલો સાથે મળીને ઉત્તમ ભોજન બનાવવાનું અને યોગ્ય રીતે વ્યવસાય કરવાનું ચાલુ રાખીએ.

મેક્સ કોયુન,
McCain Foods Limitedના પ્રમુખ અને CEO
"અમારી સંહિતા એ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે અમે જે પણ કરીએ છીએ તેમાં ઉચ્ચતમ નૈતિક ધોરણો જાળવી રાખીએ."
