અમારી સંહિતા

અમારી સંહિતાને અનુસરવું

જેમ મેક્સે તેમના સંદેશમાં જણાવ્યું તેમ, અમારા સ્થાપકો માનતા હતા કે "સારી નૈતિકતા એ સારો વ્યવસાય છે". ઘણા દાયકાઓ પછી, આ માન્યતા હજુ પણ અમે McCainમાં કેવી રીતે કાર્ય કરીએ છીએ તેના હાર્દમાં છે. તે આ આચાર સંહિતા (અમારી "સંહિતા")નો પાયો છે. અમારી સંહિતા અમારી તમામ નીતિઓ, માર્ગદર્શિકા અને કામ કરવાની રીતોના આધાર તરીકે કામ કરે છે. તે એક સિદ્ધાંત પર બનેલ છે: આપણે જે કરીએ છીએ તેમાં ઉચ્ચતમ નૈતિક ધોરણોનું પાલન કરવું.

અમારી સંહિતા અમારી કંપનીનાં મૂલ્યો અનુસાર અમે કેવી રીતે કાર્ય કરીએ છીએ તેની ન્યૂનતમ અપેક્ષાઓ નિર્ધારિત કરે છે અને અમે જે નૈતિકતા અને અનુપાલન સંબંધી જોખમોનો સામનો કરીએ છીએ તે સમજવામાં અમારી મદદ કરે છે. તે અમને એ સમજવામાં પણ મદદ કરે છે કે અમે કેવી રીતે તે જોખમોનો સામનો કરી શકીએ અને તેને ઘટાડી શકીએ.

અમારી સંહિતા એવી દરેક પરિસ્થિતિને આવરી શકતી નથી કે જેનો આપણે સામનો કરી શકીએ. આ કારણે, તે નૈતિક નિર્ણયો લેવા માટેના માળખા તરીકે પણ કામ કરે છે. જો તમને ખાતરી ન હોય કે તમે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છો તેમાં અમારી સંહિતા કેવી રીતે લાગુ કરવી, તો યાદ રાખો કે તમારી પાસે સપોર્ટ છે. કૃપા કરીને તમારા મેનેજર સાથે પરિસ્થિતિ વિશે ચર્ચા કરો અથવા તમારી સ્થાનિક અથવા વૈશ્વિક હ્યુમન રિસોર્સીસ (HR) અથવા કાનૂની અને અનુપાલન ટીમોનો સંપર્ક કરો.

અમારી સમગ્ર સંહિતામાં, અમે "McCain" અથવા "કંપની"નો ઉલ્લેખ કરીએ છીએ જેનો અર્થ McCain Foods Limited અને વિશ્વભરમાં રહેલી તેની પેટાકંપનીઓ છે.

વાંચવાનું ચાલુ રાખો

અમારી જવાબદારીઓ નિભાવવી