અમારો વૈશ્વિક સમુદાય

પર્યાવરણનું રક્ષણ કરવું અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવું.
હવે અને આવનારી પેઢીઓ માટે ટકાઉ ભવિષ્યની ખાતરી કરવા માટે અમે જવાબદારીપૂર્વક રીતે આહારનું ઉત્પાદન કરીએ છીએ.
એક વ્યવસાયના રૂપમાં ટકાઉપણું અમારા ઉદ્દેશ્યના કેન્દ્રમાં છે. અમારી આહાર સિસ્ટમને વધુ ટકાઉ અને સ્થિતિસ્થાપક બનાવવાનો કેસ ક્યારેય વધુ આકર્ષક રહ્યો નથી. McCain ખાતે, આનો અર્થ એ છે કે અમારી આબોહવાની અસરમાં ઘટાડો કરવો અને અમે જ્યાં કામ કરીએ છીએ તે સમુદાયોને સમર્થન આપવું. અમારા ભાગીદારો અને ઉત્પાદકો સાથે મળીને, અમે નવીનતા લાવી શકીએ છીએ, પડકારોનો સામનો કરી શકીએ છીએ અને સકારાત્મક પરિવર્તન લાવી શકીએ છીએ.
માનવ અધિકારોનો આદર કરવો.
અમે માનવ અધિકારોનો આદર કરવા અને કોઈપણ નકારાત્મક અસરોને ઘટાડવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા માટે જરૂરી છે કે અમારા વ્યવસાયિક ભાગીદારો આ પ્રતિબદ્ધતામાં ભાગીદાર બને.
અમે અમારા પોતાના કાર્યબળમાં અથવા અમારા વ્યવસાયિક ભાગીદારો દ્વારા આધુનિક ગુલામી અથવા માનવ અધિકારોના દુરુપયોગોને સાંખી લેતા નથી, જેમ કે બળજબરીથી મજૂરી કરાવવી અથવા બાળ મજૂરી કરાવવી, અથવા માનવ તસ્કરી કરાવવી. અમારાં મૂલ્યો અનુસાર કાર્ય કરીને, અમે જે પણ કરીએ છીએ તેમાં માનવ અધિકારોનું રક્ષણ કરીએ છીએ.
અમારા સમુદાયોને સમર્થન આપવું.
અમે જ્યાં રહીએ છીએ અને કામ કરીએ છીએ ત્યાંના સમુદાયોને આગળ વધવામાં મદદ કરીએ છીએ.
ઘણા ઉત્પાદકો અને ગ્રામીણ વિસ્તારોમાં સ્થિત ફેસિલિટીઝ સાથે, અમે ઘણીવાર અમારા સમુદાયોમાં સૌથી મોટા નિયોક્તા (રોજગારદાતા) છીએ. નિયોક્તા (રોજગારદાતા) અને ભાગીદાર તરીકે અમે જે ભૂમિકા ભજવીએ છીએ તેના પર અમને ગર્વ છે. અમે આ સમુદાયોની સ્પર્ધાત્મકતા અને સ્થિતિસ્થાપકતામાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
