McCain કટ્ટર અને વાજબી સ્પર્ધા માટે પ્રતિબદ્ધ છે. અમે સ્પર્ધાના કાયદાઓનું શાબ્દિક વ્યાખ્યા/શબ્દાવલિ અને આશય/ઉદ્દેશ્યો બંનેમાં પાલન કરીએ છીએ. સંકળાયેલા પરિણામોને જોતાં, અમે સમજીએ છીએ કે આ કાયદાઓના ઉલ્લંઘનથી કંપનીને ક્યારેય ફાયદો થતો નથી.
નિષ્પક્ષ રીતે સ્પર્ધા કરવી
અમે અમારી તકોના મૂલ્ય અને અમારાં લોકોની પ્રતિભા પર સ્પર્ધા કરીએ છીએ – અને ક્યારેય અનૈતિક માધ્યમથી નહીં.
તે શા માટે મહત્ત્વનું છે.
અમે કેવી રીતે કામ કરી આપીએ છીએ.
- અમે અમારી સ્પર્ધા કાયદાની નીતિને ખંતપૂર્વક અનુસરીએ છીએ. જો અમને ખાતરી ન હોય કે કોઈ કાર્યવાહી કાયદેસર છે કે કેમ તો તે અંગે અમે કાનૂની અને અનુપાલન ટીમના સભ્યનો સંપર્ક કરીએ છીએ.
- અમે અમારા સ્પર્ધકોથી સ્વતંત્ર રીતે વ્યવસાયિક નિર્ણયો લઈએ છીએ.
- અમે સ્પર્ધકો સાથે કિંમતો, કરારની શરતો, બિડિંગ, બજારોનું વિભાજન, સામૂહિક બહિષ્કાર, ઉત્પાદન મર્યાદિત કરવા અથવા સ્પર્ધાત્મક રીતે સંવેદનશીલ હોય તેવી અન્ય કોઈપણ બાબત વિશે ક્યારેય ચર્ચા કરતા નથી.
- અમે અયોગ્ય અથવા ગેરકાયદેસર ચર્ચા કરવાના સ્પર્ધકોના પ્રયાસોની જાણ તરત જ કાનૂની અને અનુપાલન ટીમના સભ્યને કરીએ છીએ.
- અમે સ્પર્ધાત્મક માહિતી મેળવવા માટે ક્યારેય ગેરકાયદેસર અથવા અયોગ્ય ક્રિયાઓનો ઉપયોગ કરતા નથી.
- અમને પ્રાપ્ત થતી કોઈપણ સ્પર્ધાત્મક સામગ્રીના આધારે અમે સ્રોત અને તારીખનું દસ્તાવેજીકરણ કરીએ છીએ.
- અમે સુનિશ્ચિત કરીએ છીએ કે અમે અમારા વ્યવસાય અને અમારા સ્પર્ધકો વિશે અમે જે કંઈપણ કહીએ છીએ અથવા લખીએ છીએ તેનો સ્વર વ્યાવસાયિક હોય. અમે એવી ભાષાનો ઉપયોગ કરતા નથી કે જે સ્પર્ધા વિરોધી વર્તનને પ્રોત્સાહન આપે છે અથવા તૃતીય પક્ષોને અપમાનિત કરે છે.
સ્પર્ધાત્મક માહિતી ભેગી કરવી.
અમે અમારી સ્પર્ધા કાયદાની નીતિને ખંતપૂર્વક અનુસરીએ છીએ. જયારે અમને ખાતરી ન હોય કે કોઈ કાર્યવાહી કાયદેસર છે કે કેમ તો તે અંગે અમે કાનૂની અને અનુપાલન ટીમના સભ્યનો સંપર્ક કરીએ છીએ.
-
જાહેરમાં ઉપલબ્ધ માહિતી પર આધાર રાખવો. આમાં પ્રકાશિત લેખો, નિયમનકારી ફાઇલિંગ અને પ્રતિષ્ઠિત ઑનલાઇન પોસ્ટ્સનો સમાવેશ થાય છે
-
બજાર સંશોધન સીધા અથવા બાહ્ય એજન્સીઓ દ્વારા હાથ ધરવું
-
તમે જે એકત્રિત કરો છો તેના સ્રોત અને તારીખને દસ્તાવેજીકૃત કરવી
-
જો ચોક્કસ ન હોવ તો કાનૂની અને અનુપાલન ટીમના સભ્યનો સંપર્ક કરો
-
ગેરકાયદેસર અથવા અનૈતિક રીતે માહિતી મેળવવામાં આવી હોય તો શોધવી અથવા સ્વીકારવી
-
નોકરીના અરજદારો અથવા કર્મચારીઓ પાસેથી સ્પર્ધક વિશેની ગોપનીય અથવા માલિકીની માહિતી સ્વીકારવી
સારી નૈતિકતા.
વેપાર સંગઠનની મીટિંગ અને ઉદ્યોગ પરિષદો મારફતે અમે નવા વિકાસો, વલણો અને સામાન્ય ચિંતાઓથી વાકેફ રહીએ છીએ. જોકે, અમારા સ્પર્ધકો ત્યાં હોવાથી, આ મેળાવડા જોખમી હોઈ શકે છે. અમે હંમેશાં ધ્યાન રાખીએ છીએ કે સ્પર્ધકો સાથે વાત કરતી વખતે કંઈપણ "ઓફ ધ રેકોર્ડ" ન હોય. અમે સ્પર્ધાત્મક વિરોધી ચર્ચાઓમાં ભાગ લેવાથી ઇનકાર કરીએ છીએ.
સારો વ્યવસાય.
જ: તમે ભાગ ન લેવા માટે યોગ્ય હતા, પણ તે પૂરતું નથી. આવા કિસ્સાઓમાં, "દૃશ્યમાન અને સંપૂર્ણ અસ્વીકાર" મહત્ત્વપૂર્ણ છે. દૃશ્યમાન અને સંપૂર્ણ અસ્વીકાર એ ત્રણ પગલાંઓ સમાવે છે:
- મોટેથી ઘોષણા કરો કે તમે મીટિંગ છોડી રહ્યા છો અને શા માટે.
- વિનંતી કરો કે મીટિંગના રેકોર્ડ્સ તમારી ચિંતા અને તમારા પ્રસ્થાનને પ્રતિબિંબિત કરે છે.
- કાનૂની અને અનુપાલન ટીમના સભ્યને તરત જ જાણ કરો.
જ: કર્મચારી પાસે તેમના અગાઉના નિયોક્તાની બિન-જાહેર માહિતીને ગોપનીય રાખવાની નૈતિક જવાબદારી અને સંભવતઃ કાનૂની જવાબદારી છે. આ માહિતી માટે પૂછીને, તમે અમને અને નવા કર્મચારીને મુશ્કેલીભરી સ્થિતિમાં મૂકશો. આ સંજોગોમાં શું યોગ્ય છે તે અંગે તમે કાનૂની ટીમના સભ્ય સાથે સલાહ લેવા ઈચ્છી શકો છો.
