અમારું માર્કેટપ્લેસ

હિતોના સંઘર્ષો જાહેર કરવા અને ટાળવા

અમે હિતના બધા વાસ્તવિક અને સંભવિત સંઘર્ષોને જાહેર અને સંચાલિત કરીએ છીએ. અમે એવી પરિસ્થિતિઓને ટાળીએ છીએ જે કંપની પ્રત્યેની અમારી જવાબદારીઓ કરતાં વ્યક્તિગત લાભને આગળ રાખે છે.

તે શા માટે મહત્ત્વનું છે.

અમે વિભાજિત વફાદારી વિના અમારાં લક્ષ્યોને અનુસરવા માટે સારા નિર્ણયનો ઉપયોગ કરીએ છીએ. આનાથી અમને નિષ્પક્ષ, કુશળ નિર્ણયો લેવામાં મદદ મળે છે જે અમારા વ્યવસાયને લાભ પહોંચાડે છે. અમે તકરારોનો સક્રિયપણે ઉકેલ લાવીએ છીએ જેથી કરીને અન્ય લોકો અમારા નિષ્પક્ષ નિર્ણય પર આધાર રાખી શકે..

અમે કેવી રીતે કામ કરી આપીએ છીએ.

  • અમે એવી પરિસ્થિતિઓ અને પ્રવૃત્તિઓને ટાળીએ છીએ જ્યાં વ્યક્તિગત હિતો અમારા નિર્ણયોમાં દખલ કરી શકે (અથવા દખલ કરે તેવું લાગે).
  • જેની સાથે અમારો ગાઢ વ્યક્તિગત સંબંધ છે તેની અમે દેખરેખ રાખતા નથી. અમે આવી કોઈપણ વ્યક્તિને કામે રોકવા અથવા તેના વળતર અંગેના નિર્ણયોને પણ પ્રભાવિત કરતા નથી.
  • આપણી કોઈ સ્પર્ધક દ્વારા રોજગારી ન હોવી જોઈએ અથવા તેમાં નોંધપાત્ર વ્યાપારી હિત ન હોવું જોઈએ.
  • અમે સમજીએ છીએ કે અમારા કામ દરમિયાન ઉદ્ભવતી વ્યાપાર તકો McCainની છે, અમારી નહીં.
  • અમે વાર્ષિક ધોરણે અને જેમ-જેમ ઉદ્ભવે છે તેમ બધા વાસ્તવિક અથવા સંભવિત હિતોના સંઘર્ષો જાહેર કરીએ છીએ.

હિતના સંઘર્ષો કેવી રીતે ઉદ્ભવે છે?

અમારી ઘણી કામગીરી નાના સમુદાયોમાં સ્થિત છે. ઘણીવાર પરિવારના સભ્યોને સમાન સુવિધા પર અથવા McCainના સપ્લાયર દ્વારા નોકરી આપવામાં આવશે. સંઘર્ષ ટાળવા માટે, સંબંધ વિષયે હ્યુમન રિસોર્સીસને જાણ કરો. પરિવારના સભ્યો એકબીજાના પગાર, લાભો અથવા કાર્ય કરવાની પરિસ્થિતિઓને નિયંત્રિત કરવામાં સક્ષમ ન હોવા જોઈએ. હિતોના સંઘર્ષનો દેખાવ પણ સંઘર્ષ છે!

અમે સુનિશ્ચિત કરીએ છીએ કે વ્યક્તિગત અને પારિવારિક હિતો નિર્ણયો લેવામાં વચ્ચે ન આવે. આપણે એવા વ્યવહારોમાં નાણાંકીય રસ લેવાનું ટાળવું જોઈએ જેમાં McCainને રસ હોય. આપણી કોઈ સ્પર્ધક દ્વારા રોજગારી ન હોવી જોઈએ અથવા તેમાં નોંધપાત્ર વ્યાપારી હિત ન હોવું જોઈએ. ઉપરાંત, આપણે સપ્લાયર અથવા ગ્રાહકમાં કોઈપણ માલિકી અથવા નાણાંકીય હિત જાહેર કરીએ છીએ. જ્યારે શંકા હોય, ત્યારે જણાવો!

આપણે આપણા કાર્ય દરમિયાન આપણને જે વ્યવસાયિક તકો મળે છે તેનો વ્યક્તિગત લાભ લેતા નથી. તે તકો McCainની છે. આપણે વ્યક્તિગત લાભ માટે નોકરી પર મેળવેલ માહિતી અથવા સંપર્કોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આપણે McCain સાથે ક્યારેય સ્પર્ધા કરતા નથી. અમે હંમેશાં મેનેજરના ધ્યાન પર વ્યવસાયની તકો લાવીએ છીએ.

અમે સુનિશ્ચિત કરીએ છીએ કે બહારની નોકરીઓ અથવા અન્ય પ્રવૃત્તિઓ McCain માટેના અમારા યોગદાનને અવરોધ કરશે નહીં. અમે કોઈપણ બહારની પ્રવૃત્તિઓને ટાળીએ છીએ જે અમારી નોકરી અથવા કામગીરીમાં દખલ કરે છે, જેમ કે સ્પર્ધક, સપ્લાયર અથવા ગ્રાહક માટે કામ કરવું. અમે વ્યક્તિગત હેતુઓ માટે McCain સંસાધનોનો ઉપયોગ કરતા નથી, સિવાય કે સ્વીકાર્ય ઉપયોગની નીતિમાં પરવાનગી આપવામાં આવી હોય.

સારી નૈતિકતા.

વ્યક્તિગત હિતો પારિવારિક અથવા નજીકના સંબંધો, બહારના નાણાકીય હિતો (બહારની રોજગાર સહિત) અથવા કોર્પોરેટ તકો સાથે સંબંધિત હોઈ શકે છે.

હિતોનો વાસ્તવિક અથવા સંભવિત સંઘર્ષ છે કે કેમ તે ધ્યાનમાં લેતી વખતે, સ્વયંને નીચેના પ્રશ્નો પૂછો. શું તમે અથવા તમારા નજીકના સંબંધી:

  • વાસ્તવિક અથવા સંભવિત સ્પર્ધક, માલ અથવા સેવાઓના સપ્લાયર, ઉત્પાદક, વિતરક, એજન્ટ અથવા ગ્રાહકમાં વ્યવસાયિક હિત છે અથવા તેના માટે કામ કરે છે?
  • McCainના વ્યવસાયને અસર કરી શકે તેવી ક્ષમતામાં કોઈપણ સરકારી સત્તા માટે કામ કરે છે? આ પરિદૃશ્યના ઉદાહરણમાં સરકારી સત્તાવાળાઓનો સમાવેશ થાય છે જે ખાદ્ય નિયમનકારી નિરીક્ષણ અથવા મંજૂરી, પરવાનગી આપવાની પ્રક્રિયાઓ અથવા જમીનના ઉપયોગથી સંબંધિત છે.
  • એ પણ McCain માટે કામ કરે છે?

જ્યાં સુધી તે જાહેર કરવામાં આવે ત્યાં સુધી ઘણીવાર સંઘર્ષનું સંચાલન કરી શકાય છે. જો તમને શંકા હોય કે તમારા હિતોનો વાસ્તવિક અથવા સંભવિત સંઘર્ષ થઈ શકે છે, તો હ્યુમન રિસોર્સીસ અથવા કાનૂની અને અનુપાલન ટીમોના સભ્યને જાણ કરો.